પાટણ : પ્લાસ્ટિકના ડબ્બામાંથી ભૃણ મળી આવ્યાની ઘટના સામે આવી

admin
1 Min Read

પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી ભૃણ મળી આવ્યાની ઘટના સામે આવી છે. સિધ્ધપુરથી તાવડીયા વાધણા જવાના માર્ગ પર કોઈ ગાયનેક તબીબ દ્વારા 13 જેટલી બરણીઓમાં ભૃણના અવશેષો મળતાં ચકચાર મચી છે. પ્લાસ્ટીકની બોટલોમાં પ્રસુતીગૃહ કે હોસ્પિટલમાં ડિપ્લેમાં મુકવાના અવશેષોને સરકારના નિયમો મુજબ ડિસપોઝ કરવાના બદલે આ બરણીઓને ખૂલ્લામાં ફેકવાના કારણે ચકચાર મચી જવા પામી છે . તાજેતરમાં મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધપુરમાંથી ભૃણ મળી આવતા ચકચાર વ્યાપી છે . આ ભૂણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ ઘટના અંગે ગ્રામ પંચાયતના સદસ્ય અલ્પેશ ઠાકોરે કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવઅંગો કબજે લઇ એફએસએલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી . સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીએ જણાવ્યું કે , કાકોશી પોલીસ સ્ટેશનમાં બપોરે ફોન દ્વારા પાણીના વહોળાવાળી જગ્યામાં માનવઅંગોનો મેડિકલ વેસ્ટ પડેલો હોવાની જાણકારી મળતાં આરોગ્ય વિભાગનો મામલો હોઇ તાલુકા હેલ્થ ઓફિસર અને એફએસએલ ટીમને બોલાવી પરીક્ષણ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે . તપાસમાં જે જણાઈ આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે .

Share This Article