ગુજરાત: હવામાન ખાતાની આગાહી, 15થી 16 જૂન સુધીમાં વરસાદ થશે

admin
1 Min Read

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. ત્યારે રાજ્યમાં ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાનવિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદનીસાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળી શકે

Share This Article