વાઈરલ વિડીઓ : આને કેહવાય કસરત… દમ્બલ

admin
1 Min Read

શોશિયલ મીડિયામાં હાલમાં એક વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી લાલ રંગની સાડીમાં ગેસ સિલિન્ડર સાથે કસરત કરતી જોવા મળી રહી છે.કોરોના વાયરસની આ મહામારીમાં ફીટ રહેવું ખૂબ જરૂરી છે. ત્યારે હવે ઘરે-ઘરે લોકો ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે અને કસરત કરી રહ્યા છે. ઘણાં લોકો ઘરમાં તો પછી કેટલાંક લોકો બહાર ચાલવા-દોડવા જઈને ફિટ થઈ રહ્યા છે. ત્યારે ઘણાં ફિટનેસ પ્રેમી પોતાના વર્કઆઉટનો વિડીયો શેર કરતા જોવા મળી રહ્યા છે. અને તેમાં પણ ઘણા ફીટનેશ પ્રમીઓ કઈક હટકે કરતા હોય છે

ત્યારે આવો જ એક હટકે વીડિઓ સામે આવ્યો છે જેમાં આ વિડીયોમાં એક યુવતી લાલ રંગની સાડીમાં ગેસ સિલિન્ડર સાથે કસરત કરતી જોવા મળી રહી છે. તે જે રીતે ગેસ સિલિન્ડર ઊંચકીને કસરત કરી રહી છે તે કરવું સરળ નથી. Shaili Chikaraએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીઓ પોસ્ટ કર્યો છે. તેઓ આર્ટિસ્ટ અને ફિટનેસ કન્સલટન્ટ હોવાનું જણાવ્યું છે.

Share This Article