ગુજરાત : કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણી સસ્પેન્ડ, રાજકારણમાં ગરમાવો આવ્યો

admin
2 Min Read

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી હેમંત ઓગલેએ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. ગૂજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી નિખિલ સવાણીને ડિસમિસ થતા ભારે ચર્ચા શરૂ થઈ છે. બે દિવસ પહેલા યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા પ્રદેશના નેતાઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે.6 જુલાઈના દિવસે ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો. યુથ કોંગ્રેસની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ જે મારામારીમાં પરિણમી હતી. યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત સામે અમુક લોકોએ ઉગ્ર દલીલો કરતા મામલો બિચક્યો હતો. મામલો એટલી હદે ગરમાયો હતો કે બંને જૂથો આમને સામને આવી ગયા હતા. જે દરમિયાન નિખીલ સવાણી અને વિશ્વજીતસિંહ પર બીજા જૂથના લોકોએ હુમલો પણ કર્યો હતો. યુથ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીની હાજરીમાં જ આ મારામારી થઈ હતી. જોકે ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજા નથી પહોચી. પરંતુ બેઠકમાં મારામારી થવાને કારણે ઘણા સવાલો ઉઠ્યા હતા.

ત્યારે ગુજરાત યુથ કોગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો હતો. હોબાળો મચાવવા મુદ્દે કુલ 6 લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા. અર્નિશ મિશ્રા, કરણસિંહ તોમર, નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલોને નોટિસ પાઠવવામાં આવી છે. ઈન્ડીયન યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી હતી. ઈન્ડિયન યુથ કોંગ્રેસે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને આ મામલે દિલ્હી બોલાવ્યા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસા આપ્યા હતા. ત્યાર કારણ દર્શક નોટિસના જવાબના આધારે આઇવાયસી પગલાં લેશે. તો ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં સવાણીએ કરી બબાલ કરી હતી. યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયા છે. યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયા છે. યુથ કોંગ્રેસ સેક્રેટરી હેમંત ઓગલેએ સસ્પેન્ડ કર્યા છે.

Share This Article