ઇન્ટરનેશનલ : દુર્ઘટના: સ્વીડનમાં પ્લેન ક્રેશ થયું, પાયલટ સહિત 8 લોકોના થયા મોત

admin
1 Min Read

સ્વીડનમાં મોટી વિમાન દૂર્ઘટના સામે આવી છે. અહીં સ્કાઈ ડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતા એક વિમાનમાં સવાર 9 લોકોના પ્લેન ક્રેશ થઈ જવાના કારણે મોત થઈ ગયા છે.મળતી માહિતી મુજબ સ્વીડનમાં ઓરેબ્રોની બહાર સ્કાઇડાઇવિંગ માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 સ્કાયડાઇવર્સ અને પાયલટ સામેલ છે. ટેક ઓફ કર્યાના થોડાક જ સમય બાદ ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક પ્લેન ક્રેશ થઈ ગયું.

ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ. સ્વીડિશ પોલીસે આ જાણકારી આપી છે. ગુરૂવારે ઓરેબ્રોની બહાર આ દુર્ઘટના થઈ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયા છે. પોલીસે કહ્યું કે, ડીએચસી-2 ટર્બો બીવર પ્લેનમાં 8 સ્કાયડાઇવર્સ અને પાયલટ સવાર હતા. સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવન એ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, મને ખૂબ દુઃખ છે, મને ઓરેબ્રોમાં પ્લેન દુર્ઘટના વિશે સૂચના મળી. મારી સંવેદનાઓ આ કઠીન સમયમાં પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનોની સાથે છે. નોંધનીય છે કે, વર્ષ 2019માં પણ ઉત્તર-પૂર્વ સ્વીડનના ઉમિયા શહેરની બહાર સ્કાયડાઇવર્સ લઈ જઈ રહેલું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં 9 લોકોનાં મોત થયા હતા.

Share This Article