ગુજરાત પોલીસે પીએમ મોદીની સલાહ ના માની, સુરત પોલીસે બતાવ્યું સિંઘમપણું

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજી થોડા દિવસો અગાઉ જ પોલીસને સિંઘમ ન બનવાની સલાહ આપી હતી. જોકે, પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં જ પોલીસ તેમની આ સલાહને માની રહી નથી. જેનું વધુ એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓ પોતાની દબંગાઈ બતાવીને સિંઘમ બનવાનો એક પણ મોકો છોડતા નથી.

ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારના પોલીસકર્મીએ એક યુવકને જાહેરમાં ઢોર માર માર્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. સુરત પોલીસની દબંગાઈનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, સુરતની ડીંડોલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓએ યુવકને રસ્તા પર સૂવડાવીને માર માર્યો હતો. ત્રણ પોલીસવાળા યુવક પર તૂટી પડ્યા હતા અને તેને લાત મારી રહ્યા હતા.

https://twitter.com/TheSquirrelin/status/1303247047986798592?s=20

બાદમાં તેને વાનમાં બેસાડી દેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ રાહદારી યુવક પોલીસના સવાલોના જવાબ આપતો ન હોવાથી તેને માર મરાયો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનો વિડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો હતો.

Share This Article