પૂર્વી લદ્દાખના પેંગોંગમાં ચીની સેનાએ કર્યુ ફાયરીંગ

admin
2 Min Read

એલએસી પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ હજી યથાવત છે અને આ તણાવ હવે વધતો જોવા મળી રહ્યો છે. પૂર્વી લદ્દાખમાં પેંગોંગની પાસે ગત મોડી રાત્રે ફરી ભારત અને ચીની સૈનિકો આમને સામને આવી ગયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે આ વિસ્તારમાં ચીની સૈનિકો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યુ હતું, જેનો ભારતીય સૈનિકોએ પણ જવાબ આપ્યો.

જોકે આ ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, પૂર્વી લદાખમાં પેન્ગોગ સો લેકના દક્ષિણ કિનારા પર બનેલી તાજેતરની ઘટનામાં ચીની સૈનિકો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. આ અંગે ભારતીય સેનાએ નિવેદન જાહેર કર્યું છે. જેમાં ચીનના દાવાને સમગ્રપણે ફગાવતાં ભારતે કહ્યું કે ચીનના PLAના જવાનોએ ઉશ્કેરીજનક કાર્યવાહી કરી.

ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે લાઇન ઓફ એક્ચૂઅલ કન્ટ્રોલ પાર નથી કરી અને ન તો ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ચીનની PLA વાતચીત ચાલુ હોવા છતાંય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે. બીજિંગ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ભારતીય સેનાએ કહ્યું કે, કોઈ પણ સ્તર પર ભારતીય સેનાએ એલએસી પાર નથી કરી અને ફાયરિંગ સહિત કોઈ પણ આક્રમકતા નથી દર્શાવી. સાથે જ ભારતે એ પણ જણાવ્યું કે, ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક યુદ્ધઅભ્યાસ કરી રહી છે.

Share This Article