ભારતમાંથી દૂર થઈ શકે છે PubG પરનો પ્રતિબંધ

admin
1 Min Read

હાલમાં જ કેન્દ્રની મોદી સરકારે ભારતમાં પબજી મોબાઈલ ગેમ પર પ્રતિબંધ મુક્યો છે. જોકે, પબજીના કોમ્પ્યુટર વર્જન પર પ્રતિબંધ મુકાયો નથી, કારણકે પબજી પીસીમાં ચીનનો સ્ટેક નથી. પબજી મોબાઈલમાં ચીનની કંપની ટેન્સેન્ટનો મોટો હિસ્સો છે અથવા એવુ પણ કહી શકાય કે પબજી મોબાઈલ ટેન્સેન્ટની જ છે. જોકે, ભારત સરકારના આ નિર્ણયથી પબજી મોબાઈલના દિવાનાઓને મોટો ઝટકો લાગ્યો હતો ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે ભારતમાં ફરીથી આ ગેમ શરુ થશે અને તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે.

બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ PUBG કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. PUBG corp મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ પર સક્રિય રૂપથી વિચાર કરી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ, ભારતમાં PUBG Mobile પર Tencent Gamesના કંટ્રોલને પૂરી કરવામાં આવશે અને તેની તમામ પબ્લિશિંગ જવાબદારી PUBG કોર્પ પાસે આવી જશે. એટલે કે તેની ઓરિજનલ સાઉથ કોરિયા બેસ્ડ ગેમિંગ કંપની પાસે તેની જવાબદારી આવશે. જેથી દેશમાં PUBG પરનો પ્રતિબંધ હટી જશે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી તેમજ આ અંગે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

Share This Article