શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, 6 લાખથી વધુ શિક્ષકે લીધી ટ્રેનિંગ

admin
1 Min Read
education, elementary school, learning, technology and people concept - close up of school kids with tablet pc computers having fun and playing on break in classroom

કોરોના મહામારીના કારણે જીવનશૈલીમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગમાં પણ આ બદલાવ જોવા મળ્યો છે. કોરોનાના લીધે શિક્ષકો હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરુ પાડી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના 6 લાખથી વધુ શિક્ષકે ઓનલાઇન ટીચિંગ માટેની ટ્રેનિંગ લીધી.

NCRTના ઓનલાઇન પ્લેટફોર્મ દિક્ષા એપ્લિકેશને જાહેર કરેલા આંકડા પ્રમાણે શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગ મુદ્દે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ હતુ. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગુજરાતથી આગળ રહ્યા છે.1 એપ્રિલથી 14 ઓક્ટોબર સુધીમાં દેશના વિદ્યાર્થીઓએ જોયેલા કન્ટેન્ટ અને શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગને આધારે રેટિંગ જાહેર કરાયું હતું.

શિક્ષકોએ 5.37 કરોડ મોડ્યુલમાં ટ્રેનિંગ લીધી હતી. ઓનલાઇન ટીચિંગના વિવિધ મોડ્યુલમાં ટીચિંગ મેથડ, કન્ટેન્ટ પ્રેઝન્ટેશન, હોમ લર્નિંગ જેવા મોડ્યુલ સામેલ છે. એક શિક્ષકે અંદાજે 25 મોડ્યુઅલની ટ્રેનિંગ લેવાની હોય છે. આ ઓનલાઇન ટ્રેનિંગ બાદ એક નાની ટેસ્ટ પણ આપવાની હોય છે. ઓનલાઇન એજ્યુકેશન માટેની ટ્રેનિંગમાં કોરોનાની ટ્રેનિંગનો પણ સમાવેશ કરાયો છે. જેથી શિક્ષકો બાળકોને શીખવી શકે કે કોરોનાથી કેવી રીતે બચી શકાય, હાથ કેવી રીતે ધોવા જોઇએ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કઇ રીતે કરી શકાય.

Share This Article