ગુજરાત-સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

admin
2 Min Read

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદે છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ 17 ઈંચ, એટલે કે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર સવા બે ઈંચ જ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જે ચાલુ સિઝનનનો 93.88 ટકા વરસાદ છે. છેલ્લાં 6 વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પડતા વરસાદની સરેરાશ 4.5 ઈંચ જેટલી જ છે. ગત વર્ષે પણ 4.93 ઈંચ જ વરસાદ પડયો હતો, પરંતુ એના આગળના વર્ષે 2019માં સપ્ટેમ્બર માસમાં 13.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેથી આ વર્ષે વરસાદની ઘટ તો જ પૂરી થશે,

Share This Article