ગુજરાત : હવામાન વિભાગે સપ્ટેમ્બર માસમા સારા વરસાદની આગાહી કરી

admin
2 Min Read

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની કફોડી હાલત થઈ છે. સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે તૈયારીઓ કરી છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ ઓગસ્ટના અંતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને અંતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેવા સમયે હવામાન વિભાગે સપ્ટેમ્બર માસમા સારા વરસાદની આગાહી કરી છે. આ અંગે હવામાન વિભાગએ જણાવ્યું છે કે રાજયમાં અત્યાર સુધી સરેરાશ 11. 25 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.

તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ રાજ્યમાં ડેમોમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે. જેમાં રાજયમાં 198 ડેમોમાં માત્ર 25 ટકા જેટલું જ પાણી છે. રાજ્યના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો, 207 ડેમમાંથી માત્ર ત્રણ જ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 7 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. રાજ્યના 185 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી પાણી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયા ઝાટક છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૨,૫૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૬૬ ટકા છે.

Share This Article