ગુજરાત : રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ ખોરવાયો, રવિવારે અને બુધવારે વેક્સીન પ્રકિયા બંધ

admin
1 Min Read

દેશની કેન્દ્ર સરકાર અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ વચ્ચે વેક્સિનના કાર્યક્રમને મોટી બ્રેક લાગી છે. જેમાં ગુજરાત રાજ્યમાં વેક્સિનની અછત વચ્ચે ફરી એકવખત રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ ખોરવાયો છે…હવે રાજ્ય સરકારે બુધવારે અને રવિવારે વેકસીન પ્રકિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે મમતા દિવસના કારણે અને રવિવારે રજા હોવાના કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રખાશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, દર બુધવારે મમતા દિવસ વર્ષોથી યોજાય છે.

બાળકોને સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગનો આયોજિત કાર્યક્રમ છે. અત્યારસુધી 3 કરોડ કરતા વધુ ગુજરાતીઓને રસી અપાઈ ચૂકી છે. દર સપ્તાહે રવિવાર અને બુધવાર સિવાય કોવિડ વેકસીનેશન ચાલુ રહેશે. જણાવી દઈએ કે અત્યારસુધીમાં 2.85 કરોડનું રસીકરણ થયું છે, જેમાં 2.19 કરોડને પહેલો, 65 લાખને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષથી વધુની રસી માટે માન્ય 4.93 કરોડ વસતિમાંથી 44%ને પહેલો અને 13%ને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરના 2.74 કરોડને પહેલો અને 4.8 કરોડ વસતિને બીજો ડોઝ બાકી છે.

Share This Article