ગુજરાત : આજથી શાળા-કોલેજ ઓફલાઇન શરૂ, ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા

admin
1 Min Read

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને કારણે છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ એનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ત્યારે CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે સરકારે શાળા-કોલેજોને તૈયારી કરવા માત્ર એક દિવસનો જ સમય આપ્યો હતો. ત્યારે ફરી એકવાર આજથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય અનલોક થવા જઈ રહ્યુ છે. આજથી રાજ્યમાં ધોરણ 12 ના વર્ગ, પોલિટેક્નિક સંસ્થાઓ તેમજ કોલેજના વર્ગો શરૂ થવા જઈ રહ્યાં છે. આ સાથે જ આજે સવારની શાળાઓમાં હાજરી આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. જોકે, ઓફલાઈનમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.

જોકે, સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લાંબો સમય મોબાઈલની સ્ક્રીન પર ભણ્યા બાદ આખરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી મુક્તિ મળી છે. તો બીજી બાજુ પરિપત્ર મુજબ સ્કૂલો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલના સ્ટાફને કોરોના સંબંધિત તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ ક્લાસરૂમને રેગ્યુલર સેનિટાઈઝ કરવા પણ જણાવાયું છે. શિક્ષણ વિભાગે વાલીઓના સંમતિપત્રનું ફોર્મેટ પણ જારી કર્યું છે. ઓફલાઈન વિકલ્પ ન પસંદ કરનાર વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકાશે.

Share This Article