કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે..ચીનથી શરુ થયેલા કોરોના વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. જેના કારણે અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો હજી આ વાયરસની ઝપેટમાં છે…કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગપેસારો કરતા રાજ્ય સરકાર પણ ચિંતિત થઈ છે.ત્યારે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે સેલિબ્રિટીઓ પણ વિડિયોના માધ્યમથી સાવચેતી રાખવા અપીલ કરી રહી છે. બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન, અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેમજ ક્રિકેટર સચિન તેંડુલકરે વિડિયો શેર કરી લોકોને કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય અને શું સાવચેતી રાખવી તે માટે અપીલ કરી છે.
ત્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જીનીતા રાવલે પણ તેના પ્રશંસકો તેમજ જનતાને કોરોના વાયરસને લઈ વિડિયો જાહેર કરી ખાસ અપીલ કરી છે…
મહત્વનું છે કે, જીનીતા રાવલ ગુજરાતી ટીવી સીરીયલ દીકરી વ્હાલનો દરિયોમાં મહત્વના પાત્રમાં નજરે પડી હતી. તેમજ આ સિવાય તેણે ઘણી એડ ફિલ્મ તેમજ શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે…
