સાબરકાંઠા-ઈડરના દામોદર કોમ્પલેક્ષની ગટર ઉભરાઈ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના ઈડરના જવાનપુરા વિસ્તારમાં આવેલા દામોદર કોમ્પલેક્ષની ગટર ઉભરાઈ જતાંસ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈડરના જવાનપુરાના દામોદર વિસ્તારમાં આવેલીઆશીષ ગાયનેક હોસ્પિટલની ગટર ઉભરાતા ગંદકીનો રેલો તાલુકા પંચાયતની પાસે પહોંચ્યો હતો જયારે વહેલી સવારે ગટર ઉભરાવાના કારણે દુર્ગંધ મારતી હોવાથી રાહદારીઓ મોઢું બંધ કરીને નીકળી રહ્યા છે

Gutter of Damodar Complex of Sabarkantha-Eder emerged

ગટર ઉભરાવાના કારણે રોગચાળો ફાટવાની દહેશત જોવાઈ રહી છે આ અંગે જવાનપુરા પંચાયતના તલાટીને પુછતાં જણાવ્યું હતું કે જવાનપુરા પંચાયતને ખોટી રીતે બદનામ કરવામાં આવીરહી છે આ દામોદર કોમ્પલેક્ષની પ્રાઈવેટ માલિકીની ગટરો છે આ માટે જવાનપુરા પંચાયત દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં હોસ્પિટલ આંખ આડા કાન કરી રહી છે

Share This Article