દુનિયા આખી અત્યારે કોરોના વાયરસ સામે લડી રહી છે. કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે દુનિયાભરના દેશો કોરોના વેક્સિન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 80 ટકાથી વધારે પહોંચ્યો છે. તો સામે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને બીજી વખત પણ ચેપ લાગી રહ્યો છે.

આ બધા વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ષધને કહ્યું છે કે ભારતમાં હર્ડ ઇન્યુનિટિ હજુ સુધી વિકસિત થઇ નથી અને હર્ડ ઇમ્યુનિટિ વિકસિત થવામાં હજુ ઘણી વાર લાગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ભારતના લોકો હજુ હર્ડ ઇમ્યૂનિટીથી ખુબ દૂર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટના હવાલાથી કહ્યું, આપણે કોરોનાને હળવાશથી ન લેવો જોઈએ પરંતુ ગંભીરતાથી નિયમોનું પાલન કરવું જોઈએ.

આ સાથે લોકોમાં ફરી થઈ રહેલા કોરોના સંક્રમણને લઈને હર્ષવર્ધને કહ્યુ, આઈસીએમઆર (ICMR) કોવિડ-19થી બીજીવાર ઇન્ફેક્શનની તપાસ કરી રહ્યું છે કે આખરે બીજીવાર લોકો કેમ તેનાથી ઇન્ફેક્ટેડ થઈ રહ્યાં છે. જોકે હજુ આવા કેસ ઓછા સામે આવ્યા છે.
