ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું ચેકપોસ્ટ પર કરાશે હેલ્થ ચેકઅપ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.

આ અંગેની વ્યવસ્થા કરવા રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગને જાણ કરી છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતમાં પ્રવેશથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની આરોગ્ય ચકાસણી થાય તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે.

જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈપણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું કે, આંતર રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર માટે કોઈ નિયંત્રણ નથી. તેથી મંજૂરી કે ઈ-પાસની આવશ્યકતા રહેતી નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે. આથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

Share This Article