અનંતનાગમાં હિજબુલનો ટોપ કમાન્ડર ઠાર

admin
1 Min Read

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં સેના અને પોલીસને સતત સફળતા મળી રહી છે. સોમવારે અનંતનાગ જિલ્લાના ખુલ્ચોહર વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર અને હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર અને મસુદ શામેલ છે. ડીજીપીએ કહ્યું કે, આ સાથે જ જમ્મુ ઝોનનો ડુડા જીલ્લો ફરી એકવાર આતંકવાદ મુક્ત બન્યો છે.

મળતી માહિતી મુજબ, જમ્મૂ કાશ્મીરનો ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસી હિજબુલ કમાંડર મસૂદને અનંતનાગ  જિલ્લામાં થયેલી મુઠભેડમાં સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. તે ડોડા જિલ્લામાં જીવિત બચેલો છેલ્લો આતંકવાદી હતો. તેના ખાતમાની સાથે જ ડોડા જિલ્લો આતંકવાદ મુક્ત બન્યો છે. અનંતનાગમાં થયેલ અથડામણમાં સુરક્ષાદળોએ મસૂદ સિવાય કુલ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.  જેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય સેના દ્વારા આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. વિવિધ ઓપરેશનમાં સેનાને મોટી સફળતા હાથ લાગી રહી છે.

Share This Article