હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથેએ બહાર પાડ્યુ ફરમાન, કોર્ટના એન્ટ્રી ગેટથી સેનિટાઈઝેશન ટનલ બનાવવા આદેશ

admin
1 Min Read

ગુજરાત સહિત દેશભરમાં કોરોના નામની મહામારીના કારણે હાલ સ્થિતિ ખૂબ જ દયનિય બની ગઈ છે..કોરોના સંક્રમણને ફેલાતા રોકવા માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.  કોરોના વાયરસની મહામારી વચ્ચે અગત્યના કેસોની સુનાવણીની વ્યવસ્થા બાદ હવે હાઇકોર્ટે પેન્ડિંગ જામીન અરજીઓ, કેદીઓની અપીલ જેવા કેસોની સુનાવણી અને નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી છે. આ માટે ૧૫મી એપ્રિલથી વધારાની સિંગલ જજ અને ડિવિઝન બેંચનું ગઠન કરવામાં આવશે.આ વ્યવસ્થા દરમિયાન કોરોના વાયરસથી બચવા તમામ જરૂરી સગવડો પૂરી પાડવા અને તૈયારીઓ કરવા ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ફરમાન કર્યું છે. જેમાં હાઇકોર્ટના એક એન્ટ્ર ગેટથી અંદર પ્રવેશ કરવા સુધી માસ સેનિટાઇઝેશન ટનલ બનાવવાનો કાયદા વિભાગના સચિવ અને મ્યુનિ. કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, આ વ્યવસ્થામાં જજો સુધી પહોંચાડાનારી વિવિધ વિભાગની ફાઇલોને અને આ કામમાં લાગનાર તમામ વાહનોને સેનિટાઇઝ્ડ કરવાનું ફરમાન પણ કરાયું છે. ઉપરાંત, સ્ટાફને માસ્ક, સેનિટાઇઝર્સ અને ગ્લોવ્ઝ પૂરા પાડવાના નિર્દેશો કરવામાં આવ્યા છે. આ સગવડ ૧૨મી એપ્રિલ સુધી ઉભી કરવા જણાવવામાં આવ્યું છે.

Share This Article