દેશના આ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે આવી નવી મુસીબત..

admin
1 Min Read

ચીનથી શરુ થયેલા કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વને પોતાની ભરડામાં લીધુ છે. ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. તેવામાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં કોરોનાના કહેર વચ્ચે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા 2.7ની નોંધાઈ છે. સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હીમાં સતત બીજા દિવસે  ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સોમવાર બપોરે 1.26 વાગ્યે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા..ભૂકંપનુ કેન્દ્ર દિલ્હીમાં જ નોંધાયુ હતું. જોકે, કોઈ જાનમાલને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સતત બીજા દિવેસ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  મહત્વનું છે કે, આ પહેલા રવિવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. દિલ્હી અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોએડા, એનસીઆર, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં જેવા અનેક સ્થળોએ સાંજના સમયે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના પગલે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા.

Share This Article