વાલીઓને મોટી રાહત આપતી સરકાર, શાળાની ફીને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

admin
2 Min Read
HSC Board Exam 2018 at Ekvira High School Kandivali (14,85132) Student All Over Maharashtra on Wednesday. Express Photo by Dilip Kagda, Mumbai 21st February 2018 *** Local Caption *** HSC Board Exam 2018 at Ekvira High School Kandivali (14,85132) Student All Over Maharashtra on Wednesday. Express Photo by Dilip Kagda, Mumbai 21st February 2018

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો જોવા મળી રહ્યો છે તેવી સ્થિતિમાં હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓની તરફેણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે નિર્ણય લેતા આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીગણ જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.આ અંગેની જાહેરાત સીએમઓ સચિવ અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે શિક્ષણ જગતની સાથે સાથે અનાજ પુરવઠા અંગે પણ મહત્વની જાહેરાત કરી હતી.  તેમણે જણાવ્યું કે, આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહીં થાય. ગુજરાત સરકાર દ્વારા કોલેજ, યુનિવર્સીટી 15 એપ્રિલથી 16મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવે છે. આ સાથે જ તેમણે બીજી પણ મહત્વની વાતો જણાવી હતી.તેમણે કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય.તેમજ માર્ચ-એપ્રિલ-મે ની ત્રણ મહિનાની ફી સપ્ટેબર સુધી ભરી શકાશે. આ ફી માટે વાલીઓ માસિક હપ્તો પણ ભરી શકશે. તેમણે તેમ પણ કહ્યું કે કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે.  આગળ તેમણે મહત્વની વધુ એક જાહેરાત કરતા કહ્યું કે કોલેજ, યુનિવર્સિટીમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશન અપાયું છે. જ્યારે 18 મે થી આગળના સમયમાં પરીક્ષા લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને કહ્યું હતું કે 16 એપ્રિલથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Share This Article