કોરોનાના ઉદ્ભવને લઈ ચીન-અમેરિકા વચ્ચે શરુ થયુ યુદ્ધ

admin
2 Min Read
China's President Xi Jinping (L) and US President Donald Trump attend a welcome ceremony at the Great Hall of the People in Beijing on November 9, 2017. / AFP PHOTO / NICOLAS ASFOURI (Photo credit should read NICOLAS ASFOURI/AFP/Getty Images)

કોરોના વાયરસના કારણે વિશ્વભરરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી આ વાયરસના કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે જ્યારે હજી લાખો લોકો આ રોગથી સંક્રમિત છે. ખતરનાક મહામારી બની ચુકેલ કોવિડ-19 નામનો વાયરસ ચીનમાં કઈ રીતે ફેલાયો? નોવેલ કોરોના વાયરસનું મૂળ એટલે કે ઉદ્ભવ સ્થાન ક્યાં છે?  તેને લઈ ચીન અને અમેરિકા વચ્ચે તૂ તૂ મેં મેંની સ્થિતિ ચાલી રહી છે.બન્ને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાયરસને ચીની વાયરસ ગણાવ્યો તો પેઈચિંગે દાવો કર્યો કે વાયરસનુ મૂળ અમેરિકા છે અને અમેરિકન સેના જ આ વાયરસ અમારા ત્યાં લઈને આવી હતી. ચીનને ખબર છે કે સમગ્ર દુનિયા તેને ક્યાંકને ક્યાંક શંકાની દ્રષ્ટિએ જોઈ રહી છે.  આ જ કારણોસર નોવેલ કોરોનાના ઓરિજિન સાથે જોડાયેલા એકેડમિક સંશોધનના પ્રકાશન પર ચીન દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અહીં સુધી કે બે યુનિવર્સિટીઓ પણ આ પ્રકારની નોટીસ જાહેર કરી પાછળથી તેને ડિલીટ કરી ચૂકી છે.નવી નીતિ મુજબ કોવિડ-19 સાથે જોડાયેલા એકેડમિક પેપરનુ પુન:નિરીક્ષણ કરવામાં આવશે અને તે પછી તેને પબ્લિશ કરવાની મંજૂરી મળશે. વાયરસના ઓરિજન સાથે જોડાયેલી શોધોની પણ તપાસ કરી સરકારી સંસ્થા દ્વારા મંજૂરી મળ્યા પછી જ રિપોર્ટ ખુલ્લો મુકવામાં આવશે.ચીન કોરોના વાયરસની હકીકતને છુપાવવાના પ્રયત્ન કરી રહ્યુ છે, આ જ કારણથી રિસર્ચ પેપરના પ્રકાશન મુદ્દે તેણે અતિ કડક નિયમો લાગુ કરી દીધા છે. ચીનની આ નીતિ કોરોના વાયરસના સાચા ખુલાસા મુદ્દે દુનિયાને અંધારામાં રાખવાની નીતિ કહી શકાય એમ છે.  કોરોનાનો પહેલો કેસ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાંથી સામે આવ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે વુહાનની સીફૂડ માર્કેટથી આ વાયરસ ફેલાયો હતો. ચીની અને પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓનુ કહેવુ છે કે આ વાયરસ ચામાચીડિયાથી પૈદા થયો છે જે મનુષ્યોમાં ફેલાયો છે. ચીન દાવો કરી રહ્યુ છે કે કોરોના વાયરસ અમેરિકામાં પેદા કરવામાં આવ્યો અને તેની મિલેટરી વાયરસને ચીન સુધી લાવી.

Share This Article