આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો, કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ

admin
1 Min Read

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે હાલ દેશભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે હવે વિવિધ રાજ્યોમાં લોકડાઉન વચ્ચે દારુના વેચાણની છૂટ અપાવી જોઈએ કે નહીં તેના પર ચર્ચા છેડાયેલી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં દારુની દુકાનો પણ બંધ રહી હતી પણ દેશના બે રાજ્યોએ લોકડાઉન વચ્ચે દારુની દુકાનોને ખુલ્લી કરવા છૂટ આપી દીધી છે.

લોકડાઉન વચ્ચે દારુના વેચાણની છુટ અપાવી જોઈએ કે નહી તેના પર ચર્ચા છેડાયેલી છે. આવામાં બે રાજ્યોની સરકારો દારુના બંધાણીઓની માંગણીઓ સામે ઝુકી પડી છે. પૂર્વના બે રાજ્યો આસામ અને મેઘાલયમાં સોમવારથી દારુની દુકાનો પરથી દારુનું વેચાણ ફરી શરુ થશે. જોકે બાર ખોલવામાં નહી આવે.

આજે જાહેર કરાયેલ જાહેરનામા મુજબ આસામમાં શરાબની દુકાનો, જથ્થાબંધ ગોદામો, બોટલિંગ પ્લાન્ટને ખોલવામાં આવશે. જોકે દારુની દુકાનોને ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે ખોલવાનો અને સેનિટાઈઝેશનનુ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કેરાલામાં હાલમાં જ એક દારુડિયાએ દારુ ન મળવાથી આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. તેમજ હરિયાણા સરકારે લોકડાઉન બાદ દારુની દુકાનો ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

 

Share This Article