આ દેશના રાષ્ટ્રપતિને વિદ્રોહીઓએ લીધા બાનમાં, હિંસક પ્રદર્શન બાદ આપ્યું રાજીનામુ

admin
2 Min Read

પશ્ચિમ આફ્રીકન દેશ માલીમાં સેનાએ દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની વિરુદ્ધ વિદ્રોહ કરી દિધો છે. રાજધાની બામાકોમાં ગત મોડી રાતે બળવાખોર સૈનિકોએ મોટાપાયે ફાયરિંગ કર્યું હતું અને રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રધાનમંત્રી ભવનને ઘેરી લીધું હતું. ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતા અને વડા પ્રધાન બાઉબો સીઝને બંધક બનાવી લીધા હતા.

(File Pic)

આ ઘટનાક્રમને લઈને હાલ સમગ્ર દેશમાં ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ આફ્રિકી દેશ માલીમાં વિદ્રોહીઓએ તખ્તાપલટનો પ્રયત્ન કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીને બંધક બનાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.

(File Pic)

આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

(File Pic)

મહત્વનું છે કે, માલીની જનતા વધતા ભ્રષ્ટાચારને લઈને પણ સરકારથી નારાજ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ રાજધાની બમાકો પાસે આવેલા કાટી શહેરમાં ફાયરિંગના પણ અવાજ સંભળાયા હતા. હાલ સમગ્ર બમાકો છાવણીમાં ફેરવાઈ ગયું છે. ભારે સંખ્યામાં સૈનિકો તેમજ પ્રદર્શનકારીઓ રસ્તા પર જોવા મળી રહ્યાં છે. જેની આશંકાથી એ વાતને બળ મળે છે કે રાજધાની પર વિદ્રોહી સૈનિકોએ કબ્જો જમાવી લીધો છે. સ્થિતિની ગંભીરતાને જોતા વિદેશી દૂતાવાસોએ પણ પોતાના લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે.

Share This Article