ભરૂચના વરેડિયા પાસેથી પસાર થઇ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વરેડિયા ગામ પાસેથી પસાર થતી ભૂખી ખાડીનો પુલ બિસ્માર બનતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. મંગળવારના રોજ મીડિયાની ટીમે વરેડિયા પાસે આવેલા ભૂખી ખાડીના પુલની મુલાકાત લેતા વડોદરા તરફ જતા નાળા પર બે જગ્યાઓ પર પ્લેટો મારેલી નજરે પડી હતી. જે પ્લેટો સંબંધિતો દ્વારા મુકવામાં અાવેલી છે તે માર્ગના સ્તર કરતા થોડી ઉંચી હોઇ વાહનચાલકોને ફરજિયાત પોતાના વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ ભૂખી ખાડીના પુલ પરનો માર્ગ થ્રી લેનમાંથી ટુ લેનમાં પરિવર્તિત થતો હોય કોઇ દિવસ ગંભીર અકસ્માતનું જોખમ પણ સર્જાઇ એવી વાહનચાલકો દ્વારા ભીતિ સેવાઇ રહી છે. એક તો બિસ્માર ભૂખી ખાડીનો પુલ અને પડતા પર પાટુની જેમ પુલ ટુ લેન માર્ગ બનતા વાહનચાલકોમાં અકસ્માત થવાની દહેશત સેવાઇ રહી છે. તો સંબંધિત ખાતા દ્ધારા વરેડિયા પાસે આવેલા ભૂખી ખાડીના પુલને થ્રી લેનમાં પરિવર્તિત કરી અને સમારકામ હાથ ધરાય એવી વાહનચાલકોમાંથી માંગ ઉઠવા પામી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -