ગુજરાત રાજ્યમા આઇ.બીનુ એલર્ટ

admin
1 Min Read

મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે 4 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે દેશભરની સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવાઈ છે. એક અફઘાની આતંકવાદી અફઘાની નાગરિક પાસપોર્ટ – વિઝા સાથે ભારતમાં ઘૂસ્યો હોવાના સંદેશાના પગલે દેશભરના એરપોર્ટને એલર્ટ કરી દેવાયા છે. દેશભરમાં હાઈ અલર્ટ કરાયું છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન પોલીસના રાજ્ય પોલીસ વડા અને કેન્દ્ર સરકારે અલર્ટ જારી કર્યું છે. તો ગુજરાત એટીએસે તમામ પોલીસને અલર્ટ કરી દીધી હતી અને આતંકવાદીનો સ્કેચ પણ દેશભરની તમામ સુરક્ષા એજન્સીઓને મોકલી દેવાયો છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ સુરક્ષા સધન કરી દેવાઈ છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે. જ્યાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. ત્યારે કોઈ અસામાજિક તત્વો પગપેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા છે.

Share This Article