માગસર સુદ બીજનું મહત્વ

admin
1 Min Read

બહુચરાજી એ 51 શક્તિપીઠ માંનું એક ગણવામાં આવે છે …વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ આ બન્ને ભાઈઓ માતાજીના ભક્ત હતા. તેઓ બોલી શકતા ન હતા. માતા એ તેઓ ને દર્શન આપ્યા તેઓને માં સરસ્વતીના આશીર્વાદ અપાવી વાણી આપી હતી તે સમયે તેમના મુખ માંથી જે પહેલા શબ્દો બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા…આમ થઇ આનંદના ગરબાની રચના

આપણે વાત કરીએ માગસર સુદ બીજની….

માગસર સુદ -2ના દિવસનો મહિમા તો અનેરો છે તે તો સૌ કોઈ જાણે જ છે… માં બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચરની અનેક ગાથાઓ અને અનેક પરચા છે… માગસર સુદ બીજના દિવસે માં બહુચરના ભક્તોની લાજ રાખવા માટે રસ-રોટલીનું જમણ કરાવવામાં આવે છે. માં બહુચરના પરમ ભક્ત એવા વલ્લભ ભટ્ટની ભક્તિની કસોટી કરવા માટે કેટલાક લોકો એ માગસર સુદ બીજના દિવસે રસ રોટલી જમાડવાની માંગ કરી હતી… તે સમયે વલ્લભ ભટ્ટે માં બહુચરની આરાધના કરતાની સાથે સ્વયં માં બહુચર સાથે નારસંગ વીરે વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઇને એ દિવસે ચોર્યાશીમાં ઉપસ્થિત સૌ કોઈને રસ રોટલીનું જમણ કરાવી પોતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી અને માગસર સુદ બીજ બહુચરમાંના નામે કરી હતી.

આ દિવસ માગસર માસમાં અશક્ય જણાતું રસ -રોટલી નું જમણ માં બહુચરના મંદિરોમાં કરાવવામાં આવે છે…

 

Share This Article