ડુંગળી-લસણ ખાવા પર મૂકાયો પ્રતિબંધ

admin
1 Min Read

હાલ દેશમાં ડુંગળી તેમજ લસણના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ડુંગળીના ભાવે પ્રતિ કિલો લેખે 100 રૂપિયાનો આંકડો વટાવી દીધો છે. તેવામાં જે લોકોને ભોજનમાં ડુંગળી વગર ચાલતું નથી તે લોકો માટે હાલ મુશ્કેલી વધી ગઈ છે. આ તરફ ડુંગળીના વધતા ભાવથી લોકો ચિંતિત છે પણ બિહારના એક ગામને તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે, આ ગામમાં વર્ષોથી કોઈ ડુંગળી લસણ ખાતું જ નથી. મળતી માહિતી અનુસાર, બિહારના જહાનાબાદ જિલ્લામાં ત્રિલોકી બિગહા નામનું ગામ આવેલ છે. આ ગામમાં અત્યારે જ નહીં પણ તેમના પૂર્વજો પણ ક્યારેય ડુંગળી લસણ ખાતા નહોતા. 40 વર્ષ પહેલાં કોઈએ આ પ્રતિબંધ તોડવાની કોશિશ કરી હતી તેની સાથે અમંગળ ઘટના બની હતી, તે પછીથી આજસુધી કોઈએ ડુંગળી કે લસણ ખાવાની હિંમત કરી નથી. મહત્વનું છે કે, આ ગામમાં એક ફેમસ ઠાકોરજીનું મંદિર છે, જેને કારણે ગામમાં કાંદા-લસણ પર પ્રતિબંધ મૂકાયો હતો તેવું ગામલોકોનું માનવું છે. આજે પણ ઘણા લોકો ગામલોકોને અંધવિશ્વાસુ કહે છે, તેમ છતાં ગામલોકો કાંદા-લસણથી 10 ફુટ દૂર જ ચાલે છે.

Share This Article