દુનિયામાં સૌથી સસ્તી દવા ભારતમાં

admin
1 Min Read

આજકાલ વધતા જતા પ્રદુષણને લીધે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ આ પ્રદુષણથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. જેને લઈને જરૂરી સારવાર લેવી અનિવાર્ય થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સરખામણીએ ભારતમાં લોકોને દવાઓ માટે 73% ખર્ચો કરવો પડે છે. ઇંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન બેઝ્ડ હેલ્થકેર કંપની મેડબેલના રિસર્ચ મુજબ ભારતમાં સરેરાશ કિંમત કરતાં 73.82% દવાઓ સસ્તી મળે છે. સરેરાશ કિંમત કરતાં સૌથી સસ્તી દવા થાઈલેન્ડમાં 93.93% મળે છે. ત્યારબાદ ક્રમશઃ કેન્યા ,મલેશિયા અને ઇન્ડોનેશિયા સ્થાન ધરાવે છે. આ રિસર્ચમાં 50 દેશોની દવાઓની કિંમતની સરખામણી કરવામાં આવી હતી. તેમાં હાઈ કોલેસ્ટેરોલથી લઈને બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે ઉપયોગી દવાઓને સામેલ કરવામાં આવી હતી. રિસર્ચમાં હૃદય રોગ, અસ્થમા અને બ્લડ પ્રેશરની દવાઓને સામાન્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેમાં સરકારી હેલ્થકેરની દવાઓને પણ સામેલ કરવામાં આવી છે.ભારતમાં હૃદય અને હાઈ કોલેસ્ટરોલ રોગથી જોડાયેલી દવાઓ વૈશ્વિક સરેરાશ કિંમત કરતાં 84.82% સસ્તી છે. જોકે ભારતમાં HIV એઇડ્સ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓ સરેરાશ કિંમત કરતાં મોંઘી વેચાઈ રહી છે.

 

Share This Article