માસ્ક મામલે રાજ્ય સરકારની નાગરિકોને મહત્વની અપીલ

admin
1 Min Read

ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. સંક્રમણથી બચવા માટે કોઈ વેક્સીન પણ હાલમાં ઉપલબ્ધ નથી. ત્યારે ચેપથી બચવા માટે માસ્ક જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરતા હોય છે.

જો કે, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આવા માસ્ક કોરોનાગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુંઓ સામે પૂરતું રક્ષણ આપતાં નથી, તેથી આવાં માસ્ક પહેરવા હિતાવહ નથી જેથી સાદા તેમજ કાપડના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. માસ્ક મામલે રાજ્ય સરકારે તમામ વિભાગોને લેખિત આદેશ કર્યો છે જેમાં ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ માટેનું કારણ જણાવાયું છે કે, આવા માસ્ક કોરોના સામે રક્ષણ નથી આપતા.

આ મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ સાથે જ જે તે આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારના લોકો આવા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરે. આ ઉપરાંત લોકોમાં આવા માસ્ક ન પહેરવાને લઈને જાગૃતિ આવે તેવા પ્રયાસો શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન WHO તરફથી પણ ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે ભલામણ કરવામાં આવી ચૂકી છે

Share This Article