પ્રગતિશિલ-વિકાસશિલ ગુજરાતનો ભ્રષ્ટાચાર મામલે પણ વિકાસ

admin
1 Min Read

પ્રગતિશિલ, લાગણીશીલ, વિકાશીલ ગુજરાતનો ભ્રષ્ટાચાર મામલે પણ વિકાસ થઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ભ્રષ્ટાચાર મામલે આંકડાકિય માહિતી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે મુજબ દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમા ક્રમાંકે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એન્ટિ કરપ્શન બ્યૂરો સમક્ષ 588 ફરિયાદો નોંધાઇ છે. એટલે કે એક વર્ષમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારની 250થી વધુ ફરિયાદ નોંધાઈ છે.

વર્ષ 2019માં દેશમાં 250થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઇ હોય તેવા રાજ્યમાં ગુજરાતનો સાતમો નંબર છે. ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો સમક્ષ વર્ષ 2019માં છટકું ગોઠવીને પકડવાની 196, અપ્રમાણસર સંપત્તિની 18, ગુનાઇત કામગીરીના 6 જ્યારે અન્ય 35 સહિત કુલ 255 ફરિયાદ નોંધાઇ હતી. રાજ્યમાં વર્ષ 2018માં 333 ફરિયાદ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2019માં આ સંખ્યા ઓછી થઇને 255 થઇ છે.

2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી છે જ્યારે દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાતનો નંબર સાતમો છે. દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે, મિઝોરમ અને નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ નોંધાઈ નથી. મહત્વનું છે કે, વર્ષ 2019માં દેશભરમાં કુલ 4243 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 891 ફરિયાદ સાથે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. ત્યારબાદ બીજા ક્રમે રાજસ્થાનમાં 424 ફરિયાદ, તમિલનાડુ 418 ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે

Share This Article