ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં નોંધાયા 919 કેસ, સંખ્યા વધીને 45567 થઈ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 919 પોઝિટિવ કેસ નોંધાયા છે. 15 જુલાઈ સાંજથી 16 જુલાઈ સાંજ સુધીમાં વધુ 919 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 45567 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2091 થયો છે. જ્યારે 24 કલાકમાં 828 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 32174 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 265 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 181, વડોદરામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 51, ભાવનગરમાં 50, જુનાગઢમાં 39, ખેડામાં 20, ભરુચમાં 29 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસ છે. જેમાં 73 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11229 સ્ટેબલ છે.

Share This Article