વિશાળકાય અજગરને તમે આ રીતે પાણી પીતો નહીં જોયો હોય

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં વધુ એક વખત અજગરનો વીડિયો વાયરલ થયો છે. મહાકાય અજગરનો વિડિયો આઈએફએસ અધિકારી સુશાંત નંદા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. અજગર સાથે જોડાયેલા ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પરંતુ તાજેતજરનો વીડિયો એકદમ આશ્ચર્યજનક છે! તેને આઇએફએસ સુશાંત નંદા એ શેર કર્યો છે તેને જોઇ ઘણા બધા લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આખરે આ અજગરના પેટમાં શું છે?

(File Pic)

સુંશાત નંદાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, એક મોટો અજગર ખાધા બાદ પોતાને ઠંડો કરે છે. હવે આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ચૂકયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વિશાળકાય અજગર પાણી પીવા માટે જઈ રહ્યો છે. તે એટલો મોટો છે કે તેના મોંમાં પાણી પહોંચ્યા બાદ પણ શરીરનો અડધો ભાગ જમીન પર રહે છે. અજગરે પાણી પીતા પહેલાં જ કોઇ મોટા પ્રાણીનો શિકાર કર્યો હોય તેવુ સ્પષ્ટ જોવા મળે છે. આ વીડિયો ઇન્ટરનેટ પર હાલ વાયુવેગે વાયરલ થયો છે.

Share This Article