કોરોના વાયરસની મહામારી વચ્ચે સેનિટાઈઝર પર લાગુ પડશે 18 ટકા GST ?

admin
1 Min Read

કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારીત હેન્ડ સેનિટાઈઝર્સને કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી હતી પણ હવે એનો સમાવેશ આલ્કોહોલ આધારીત હેન્ડ સેનિટાઈઝરમાં કરવામાં આવતા તેનાપર હવે 12 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગુ પડશે.

(File Pic)

હાલમાં કોરોનાકાળમાં સૌથી વધુ વપરાતા સેનિટાઇઝર્સ પર પણ સરકારે ૧૮ ટકા જીએસટી લાદીને તેને મોંધી કરી નાખી છે. સરકારનું કહેવું છે કે સેનિટાઇઝર્સ પણ સાબુ, એન્ટી-બેક્ટેરિયલ લિક્વિડ્સ, ડેટોલની જેમ જ છે. તેથી તેના પર ૧૮ ટકા જીએસટી લાગુ પડવો જોઇએ.

(File Pic)

એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ રસાયણો, પેકિંગ સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવામાં વપરાતી ઇનપુટ સેવાઓ પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. સેનિટાઇઝર્સ અને અન્ય આવી જ ચીજો પર જીએસટી રેટ ઘટાડવામાં આવશે તો જકાતનું માળખું બગડશે અને હેન્ડ સેનિટાઇઝર્સના આયાતકારો અને ઘરેલુ ઉત્પાદકોને નુકસાન થશે.

Share This Article