કુલભૂષણ જાધવ કેસ : ભારતની માંગ પર ઝૂક્યું પાકિસ્તાન

admin
1 Min Read

કુલભૂષણ જાધવ માટે બીજા કોન્સ્યુલર એક્સેસની ભારતની માંગને પાકિસ્તાને સ્વીકારી લીધી છે. પાકિસ્તાની જેલમાં બંધ જાધવના કેસમાં ભારતે પાકિસ્તાન પાસેથી બીજા કોન્સ્યુલર એક્સેસની માગ કરી હતી. હવે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓને જાધવ પહોંચવાની મંજૂરી મળી ગઈ છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, કુલભૂષણ જાધવ મામલે ભારતની માંગ પર પાકિસ્તાને આખરે ઝુકવુ પડ્યુ છે. કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા પાકિસ્તાન તૈયાર થયું છે. હવે જાધવને રાજનાયિક મદદ મળશે. ભારતે વિના શરતે કોન્સ્યૂલર એક્સેસની માગ કરી હતી. કેટલીક શરતો સાથે કુલભૂષણ જાધવ સુધી પહોંચી શકાશે.

(File Pic)

હવે પાકિસ્તાનમાં ભારતના બે અધિકારીઓને મંજૂરી મળશે. તો ભારતીય અધિકારીઓ હવે જાધવ સાથે મુલાકાત કરીને મોતની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે. આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાય (આઈસીજે) માં પીટીશન અરજી દાખલ કરતા પહેલાં ભારતે પાકિસ્તાન પાસે આની માંગ કરી હતી. જોકે પાકિસ્તાને જાધવને એકલા મળવાની માંગને નકારી છે, પરંતુ 2 અધિકારીઓને જાધવ સુધી પહોંચવાની મંજૂરી આપી છે.જેથી હવે ભારતીય અધિકારી કુલભૂષણની પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.

Share This Article