ગુજરાતમાં કોરોના હવે બન્યો બેકાબૂ, કુલ કેસની સંખ્યા વધીને 41027 થઈ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 872 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10 જુલાઈ સાંજથી 11 જુલાઈ સાંજ સુધીમાં વધુ 872 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 41027 થઈ છે.

(File Pic)

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2034 થયો છે. જ્યારે 24 કલાકમાં 502 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 28685 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(File Pic)

રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 270 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 178, વડોદરામાં 72, ગાંધીનગરમાં 28, ભાવનગરમાં 49 તેમજ રાજકોટમાં 41 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડામાં 20, ભરુચમાં 23, મહેસાણામાં 19, વલસાડ-નવસારીમાં 17-17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જુનાગઢમાં 24, સુરેન્દ્રનગરમાં 10, ગીર સોમનાથમાં 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 10308 એક્ટિવ કેસ છે. જેમાં 73 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 10235 સ્ટેબલ છે.

Share This Article