જામકંડોરણામાં ટ્રકે ગાયને અડફેટે લીધી

admin
1 Min Read

જામકંડોરણાના ભાદરાના નાકે પુરપાટ આવતા ટ્રકે ગાયને અડફેટે લીધી હતી. મળતી વધુ માહિતી અનુસાર સિમેન્ટ ભરેલા ટ્રકે ગાયને અડફેટ લેતા આગલા બંન્ને પગ ભાંગી ગયા છે. અકસ્માત ઝોન એવા ભાદરાના નાકે  સ્પીડ બ્રેકર મુકવાની જરૂર જણાઈ રહી છે.  સેવાભાવી લોકો દ્વારા ગાય સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગાયના અકસ્માતને લઈ હાજર રહેલા લોકોએ ટ્રક ચાલક ઉપર રોષની લાગણી સાથે  ફિટકાર વરસાવ્યો હતો. ગાયની હાલત અત્યંત ગંભીર હોય તેવું જાણવા મળી રહ્યું છે. એમ પણ રાજ્યમાં આડેધડ વાહનો ચાલવતા લોકોના કારણે અનેક પશુઓને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આવા અનેક અકસ્માતો રોજ પોલીસ ચોપડે નોધાતા હોય છે. તેવામાં જોવાનું રહ્યું કે આવા અકસ્માતો હજુ કેટલા અંશ સુધી વધશે.

Share This Article