મહુવામાં મહા વાવાઝોડાની અસર

admin
1 Min Read

મહા વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવાના મોણપર, બગદાણા, કરમદીયા, રાળગોણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો ખેતીમાં ભારે નુકશાનની ભીતિ સેવી રહ્યાં છે. ત્યારે એન.ડી. આર.એફ ની એક ટિમ મહુવા દરિયા કિનારે પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડાની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે આર્મી, નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની 10 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના 10 હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે. મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ.

Share This Article