પાકિસ્તાનમાં ભગવાન બુદ્ધની પૌરાણિક મૂર્તિને તોડી પડાઈ, વિડિયો આવ્યો સામે

admin
1 Min Read

પાકિસ્તાનમાં ધાર્મિક અસહિષ્ણુતાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પાકિસ્તાનમાં ધાર્મિક બહુમતી ધરાવતો કટ્ટરપંથી મુસ્લિમ સમુદાય દ્વારા લઘુમતીઓ પર અત્યાચારના ખુલાસા દુનિયા સમક્ષ આવી ચૂક્યા છે, પરંતુ તાજેતરનો એક કિસ્સો સાબિત કરે છે કે કટ્ટરપંથી સમુદાય તેની તમામ હદો વટાવી ચૂક્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં મળેલી ગૌતમ બુદ્ધની પ્રાચીન પ્રતિમાને તોડી નાંખવામાં આવી છે, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(File Pic)

ત્યારે આ મામલે વિવાદ વધતા મહાત્મા બુદ્ધની પ્રતિમા તોડવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાં ઘર નિર્માણ કરતી વખતે ગૌતમ બુદ્ધની એક પ્રાચીન અને અનમોલ પ્રતિમા મળી આવી હતી, પરંતુ મૂર્તિને બિનમુસ્લિમ ગણાવી તેને તોડી નાખવામાં આવી હતી.

આ કેસમાં સ્થાનિક પોલીસે Antiquity Act હેઠળ ફરિયાદ નોંધી ચાર લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગૌતમ બુદ્ધની પ્રાચીન મૂર્તિને એખ મૌલવીના આદેશથી તોડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘર નિર્માણમાં ખોદકામ દરમિયાન મજૂરોને મૂર્તિ મળી આવી આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર જણા પાસેથી મૂર્તિના ટૂકડા પણ મળી આવ્યા છે.

Share This Article