ટ્વિટર પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડ પર પહોંચી

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સતત વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે. આ સાથે જ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્ધિ હાંસેલ કરી છે. જાન્યુઆરી 2009માં મોદીએ ટ્વિટર અકાઉન્ટ શરૂ કર્યું હતું.

સપ્ટેમ્બર 2019માં તેમના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર જ નહીં પરંતુ દુનિયાભરના એવા નેતાઓમાં સામેલ છે જેમને સૌથી વધારે ફોલો કરવામાં આવે છે.

વડાપ્રધાન મોદી ટ્વિટર પર સૌથી પહેલા એકાઉન્ટ બનાવનારા નેતાઓમાંથી એક છે. તેમણે 2009માં ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે જ કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ ટ્વિટર પર આવ્યા હતા. જો કે ફોલોઅર્સ મામલે નરેન્દ્ર મોદીએ થરૂરને ઘણાં પાછળ છોડી દીધા છે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર 2 કરોડ 16 લાખ ફોલોઅર્સ છે, જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર પર 1 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે.

 

જાણો ટ્વિટર પર કયા દિગ્ગજ નેતાના છે કેટલા ફોલોઅર્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી       6 કરોડ
  • અમિત શાહ                      2 કરોડ 16 લાખ
  • રાહુલ ગાંધી                       1 કરોડ 52 લાખ
  • યોગી આદિત્યનાથ            1 કરોડ 5 લાખ
  • અરવિંદ કેજરીવાલ            1 કરોડ 99 લાખ
Share This Article