કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતના અનેક મંદિરોના દરવાજા ભક્તો માટે બંધ

admin
2 Min Read

દેશભરમાં કોરોનાના મહામારીના કારણે 2 મહિના કરતા પણ વધુ સમય સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. જોકે, અનલોક 1માં 8 જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર બન્યા હતા. કેટલાક મંદિરના દરવાજા 8મીએ ખૂલ્યા હતા, તો કેટલાક મંદિર તકેદારીના ભાગરૂપે બાદમા ખૂલ્યા હતા.

(File Pic)

પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સહિત દેશભરમાં વધી રહ્યુ છે તે જોતા ગુજરતના પ્રસિદ્ધ તીર્થ ધામોએ સ્વૈચ્છિક રીતે બંધ ફરી એકવાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તો કેટલાક મંદિરોએ દર્શનના સમયગાળામાં ફેરફાર કર્યો છે.

(File Pic)

યાત્રાધામ ડાકોરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે દર્શનાર્થીઓ માટે ડાકોરના રણછોડરાય મંદિરના દ્વાર ૨૦ જુલાઇથી અનશ્ચિત સમયગાળા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાકોર ઉપરાંત વડોદરાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદીરને પણ આગામી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(File Pic)

આ ઉપરાંત રાજકોટના ગોંડલ ખાતે આવેલ બીએપીએસ ગોંડલ અક્ષર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મંદિરમાં બપોરે 12 સુધી જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

(File Pic)

જ્યારે સુરત-અમરેલીના ધારી, તેમજ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ગાંધીનગર અક્ષરધામ તેમજ અમદાવાદ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકડાઉન જાહેર કરાયું ત્યારથી જ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે.

Share This Article