રાજકોટમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું, રાત્રિ કર્ફ્યું અંગે કરવામાં આવ્યું ચેકિંગ

admin
1 Min Read

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉન ૪ ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉન 4 ની પરિસ્થિતીમાં રાજકોટ જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

તેવામાં રાજકોટનાં એસ.પી બલરામ મીણાએ તથા શાપર વેરાવળના પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહીલ તથા તંત્રના વિવિધ જવાબદાર કોરોના વોરિયર્સ પોલીસ સ્ટાફના જંગી કાફલા દ્વારા જનતાને માઈક દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી. સરકારના નિયમો મુજબ રાત્રી કર્ફયુ અંગે તથા કોરોના વાઈરસને અટકાવવા લોકડાઉનની કડકપણે અમલવારી કરાવવા માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અને એસ.પી.બલરામ.મીણાએ શાપર વેરાવળની પોલીસ ટીમને માર્ગદર્શન અને કડક સુચના આપવામાં આવી હતી. આમ, જંગી કાફલા અને ગાડીઓ સાથે એસ.પી.બલરામ મીણાએ વિસ્તારની જનતાને રાત્રી કર્ફયુ તથા તંત્રના આદેશનુ ચુસ્તપણે પાલન કરાવવા સતત મોનીટરીંગ કર્યું હતું.

Share This Article