લોકડાઉનના સંકટમાં RBIની મોટી જાહેરાત

admin
1 Min Read

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે લગભગ 21 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આજે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંતા દાસે પત્રકાર પરિષદ યોજીને મહત્વની જાહેરાતો કરી હતી.

શક્તિકાંતા દાસે લોનધારકોને રાહત આપતા વધુ ત્રણ માસ લોન-EMI ચૂકવવા માટે સમય આપ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈએ રેપો રેટ ઘટાડવાની પણ જાહેરાત કરી છે.

આ કપાત બાદ આરબીઆઈનો રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. આ અગાઉ લોકડાઉનની શરૂઆતમાં તેઓએ પત્રકાર પરિષદ યોજીને લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે માર્ચમા 1લી માર્ચથી 31મી મે, 2020 સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી.

હવે લોનધારકોએ EMI  ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે  31 ઓગસ્ટ, 2020 સુધી રાહત મળી છે.

Share This Article