સુરત : માં મોગલના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

admin
1 Min Read

ભેસાણ તાલુકાના ગોરવયાળી ગામે જગત પ્રખ્યાત મા મોગલ આઈ નો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સાંજે ભવ્ય લોક ડાયરો યોજાયેલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે માં મોગલ નો પ્રાગટ્ય દિવસ હોય જેથી ધામધૂમથી ઉજવવામાં આવેલ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા મોગલ ધામ માં આવેલ સમગ્ર વિસ્તારોમાં ભાવ ભક્તિ મય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ માં મોગલ ના દર્શન કરીને  મહાપ્રસાદનો પણ લાભ લીધેલ તેમજ રાત્રિના સમયે ભવ્ય સંતવાણીનો લોક ડાયરો યોજાયેલ જેમાં ભજનીક સમ્રાટ  દેવાયતભાઇ ખવડ  દેવરાજભાઇ ગઢવી  સચિનભાઈ બારોટ અને રંજન બેન રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવેલ આ તકે શ્રદ્ધાળુઓ દ્વારા માં મોગલ આઈ ના ચરણોમાં રૂપિયાનો વરસાદ ખોબલે ને ખોબલે પડેલ આ ઉત્સવને સફળ બનાવવા માટે ગોરવયાળી ગામના માજી સરપંચ દામજીભાઈ પાનસુરીયા સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Share This Article