મોરબી : હળવદ APMCમાં ખેડૂતોએ હરરાજી કરાવી બંધ

admin
1 Min Read

મોરબીના હળવદ APMCમાં હરાજી બંધ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. કપાસનો ભાવ રૂ.700 જેટલો બોલાતા વિરોધ કરવામાં આવ્યો છે.વધુ માલ આવવાથી વેપારીએ ઓછા ભાવ મૂક્યા છે. ખેડૂતોએ આ ભાવને પોષણક્ષમ ભાવ ગણાવ્યા નથી. તથા ખેડૂતોની અપેક્ષા કરતા 300 રૂપિયા ભાવ ઓછો છે. વેપારીઓના આ રીતના વલણ સામે ખેડૂતો નારાજ છે.ઉલેખનીય છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં અવાર-નવાર ભાવ નીચા જતાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન થતા હોય છે. ત્યારે કપાસના અને મગફળીના ભાવ 600થી 700 નીચા જતા ખેડૂતો વિફર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતો ચેરમેનની ઓફિસમાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ હરાજી બંધ રાખી હતી. આખરે પોલીસને જાણ કરાતા મામળો શાંત થયો હતો. ઝાલાવાડનું સૌથી મોટી ગણાતું હળવદના માર્કેટિંગ યાર્ડમા હળવદ તાલુકાના અને મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સાયલા સહિતના ગામોના હજારો ખેડૂતો પાક વેચવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડમા આવે છે.

Share This Article