મોરબી : વાંકાનેરની વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો

admin
2 Min Read

વાંકાનેરમાં ચોકાવનારી ઘટના બની છે. ધો.12માં અભ્યાસ કરતી યુવતીએ ગેંગરેપના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મળતિ માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સોનલ રતીભાઈ વોરા પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લગાવી હતી અને તેણે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેનું મોત થયુ હતું.આ દરમિયાન મૃતક યુવતીની સુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં વાંકાનેરના ત્રણ શખ્સ અને એક મહિલા હેરાનગતિ કરતા હોવાનું સામે આવ્યુ હતું. આ લોકોના કારણે યુવતીએ ગેંગરેપના ડરથી પોતાની જાતને આગને હવાલે કરી હોવાનું લખ્યુ હતું. આ બનાવને પગલે પોલીસે મહિલા અને બે યુવકની ધરપકડ હતી હતી જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. દીકરીએ હોસ્પિટલમાં પોતાની માતાને આખી આપવીતી જણાવી હતી. દીકરીએ જણાવ્યુ કે જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા તથા પરમાર અખિલ કરીને હતા એ મારો ગેર ઉપયોગ કરી ભોળપણનો લાભ લઇ આ લોકો મારા પર ગેંગ રેપ કરવા માંગતા હતા. મારો જીતેન્દ્ર અરજણભાઇએ કીસ કર્યા અંગેનો વીડિઓ પણ ઉતારેલ છે, તેમજ પરમાર અખીલે ખોટુ આઇ.ડી. બનાવી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.હુ આ લોકોના તાબે ના થતા આ લોકો સતત મારો તથા જીતેન્દ્રનો વીડીઓ વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતા હતા. જેને કારણે જીંદગીથી કંટાળી મે આ પગલુ ભર્યુ હતું.

 

Share This Article