પંચમહાલના શહેરામાં પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બન્નેએ શહેરામાં આવેલ પ્રાથમિક શાળાના રુમ બહાર સિલિન્ગની પાઈપ પર ઓઢલીબાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જ્યારે બનાવ અંગે જાણ થતા શહેરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ, શહેરાના નાળા નવી વસાહત ગામની પ્રાથમિક શાળાના રુમ બહાર સિલિન્ગની પાઈપ પર પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા લોકોએ શહેરા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. નાડા ગામનો યુવક અને મહેલોનની યુવતિ એકબીજાને ઘણા સમયથી પ્રેમ કરતા હતા. જોકે, પ્રેમ સંબંધની આડમાં બન્નેએ સમાજના ડરે કે પરિવારજનોના ડરે અંતિમ પગલુ ભરી એકસાથે જીવનનો અંત આણ્યો હતો. હાલ પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની વધુ વિગત જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Latest News
- Advertisement -