અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે મૂકી માજા

admin
1 Min Read

વરસાદની સિઝન પૂરી થઈ જતા હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઇને ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કારણકે કપાસ મગફળી અને તલના પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તો સારુ એવી પ્રાર્થના કરી રહ્યા છે. ગત રોજ પડેલા કમોસમી વરસાદે અમરેલીના ભમ્મર ગામના ખેડૂતોની દશા કફોડી દીધી છે. જિલ્લામાં છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો પહેલાના ત્રણ વર્ષ જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો છે તેને લઇને ખેડૂતોએ બેથી ત્રણવાર વાવણી કરી હતી પરંતુ આ વર્ષે વરસાદ સારો થતાં ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કપાસ અને મગફળીનો પાક સારો થશે પરંતુ અવિરત વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે જેને લઇને ખેડૂતોની હાલત કફોડી બની છે.  સતત વરસાદને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતો હવે કમોસમી વરસાદ ના થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.   જિલ્લામાં આ વર્ષે વરસાદ સારો થતાં ખેડૂતો ખુશ થયા હતા પરંતુ સતત વરસાદને લઈને નુકસાન થયું છે આથી આવનારા દિવસોમાં સરકાર ઝડપથી પાક વીમો આપે તેવું ખેડૂતોએ જ રહ્યા છે કારણ કે આગામી સમયમાં ખેડૂતોને રવિ પાક લેવો છે પરંતુ મગફળી,કપાસ અને તલનો પાક ને નુકસાન થતાં ખેડૂતો રવિ પાકને લઈને મૂંઝવણમાં મુકાયા છે….

Share This Article