બોલબાલા ટ્રષ્ટ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું

admin
1 Min Read

રાજ્ય ભરમાં મોટર વ્હીકલ એક્ટના નવા લાગુ પડેલા નિયમોને ધ્યાનમા રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા લોકોની સુરક્ષાના ઉમદા હેતુ અને લોકોને મોટર વ્હીકલ કાયદા મુજબ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય ત્યારે બોલબાલા ટ્રષ્ટ દ્વારા નજીવા 350થી 450રુપિયાના ભાવે હેલ્મેટ વિતરણ કરવામા આવ્યુ હતુ. એક તરફ મોટર વ્હીકલ કાયદાના નવા નિયમો મુજબ મોટી રકમના દંડથી બચવા લોકો બજારોમાંથી ઉચી કિમતના હેલ્મેટ ખરીદવા મજબુર બન્યા છે ત્યારે દંડથી બચવા લોકોને  બજારોમાં પણ મનમાના ભાવો આપીને હેલ્મેટ ખરીદવુ પડતું હોય છે. ત્યારે  જૂનાગઢમા બોલબાલા ટ્રષ્ટ દ્વારા લોકોને નજીવી કિમતમા હેલ્મેટ વિતરણ કરી લોકોને ઉચી કિમતોમાંથી રાહત સાથે સુરક્ષાનુ સાધન આપવામાં આવ્યુ હતુ.

 

Share This Article