જુનાગઢમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

admin
1 Min Read

જુનાગઢમાં દિન પ્રતિદિન ટ્રાફિકના દ્રશ્યોમાં વધારો થતો જોવા મળી રહ્યો હોય તેવુ આ સમગ્ર દ્રશ્યોને જોતા લાગી રહ્યુ છે. એક બાજુ રસ્તા પર પાર્ક કરેલા વાહનો તો બીજી બાજુ ઓવરલોડ અને મોટા વાહનોનો સીટી વિસ્તારમા પ્રવેશ વધુ પડતા ટ્રાફિક માટે જવાબદાર સાબિત થઇ રહ્યા છે. ત્યારે જુનાગઢમાં બહાઉદિન કોલેજ નજીક રાજીવગાંધી પાર્ક પાસે ટ્રાફિક જામના મોટા દ્રશ્યો સર્જાયા હતા. જેમા અડધો ક્લાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસના જવાનો ખડે પગે હોવા છતા પણ આટલા મોટા  ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ખુદ ટ્રાફિક પોલીસની ગાડી પણ વચ્ચે ફસાયેલી જોવા મળી હતી. લોડીંગ ભરેલ એક ટ્રક અને મોટા દોડતા વાહનોને કારણે ટ્રાફિક જામ થયો હોવાનુ સુત્રો પાસેથી મળતી વિગતોમાં જાણવા મળ્યું હતું. શહેરના ગીચ વિસ્તારમાં જ્યા ત્યા રસ્તા પર પાર્ક કરેલા વાહનો તથા મોટા અને ભારે વાહનોને કારણે ટ્રાફિક જામના અવારનવાર દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે જુનાગઢ ટ્રાફિક પોલીસ કોઇ ક્વાયત કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

Share This Article